Gujarat Congress’ call for partial bandh in the State today received a lukewarm response with most of trade and business establishments opting to not cooperate with the Bandh. The Congress had called a bandh from 8 am to 12 noon in the State against price rise, inflation, unemployment and corruption.” Bharatiya Janata Party’s 27-year rule in Gujarat has killed the SME sector. People are suffering. Instead of giving relief, the BJP government has imposed GST on food items such as milk, curd and paneer," State Congress President Jagdish Thakor said. Thakor went around in the Naroda area urging shops and institutions to close down. While some people in the old city in Ahmedabad co-operated and closed down their establishments, West Ahmedabad defied the Congress bandh call. Reports from different parts of the State indicated a partial bandh in rural and semi urban areas .
ગુજરાતમાં રેલવે પ્રોટેક્શન ફોર્સે ટ્રાવેલ એજન્ટ્સ, દલાલો અને સોફ્ટવેર ડેવલપર્સના આંતર-રાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમણે ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરીને આઇઆરસીટીસી પોર્ટલ પરથી 28.14 કરોડ રૂપિયાની કન્ફર્મ ટિકિટ ખરીદી હતી અને મુસાફરોને ઊંચું કમિશન લઇને વેચી હતી.
પશ્ચિમ રેલવે (ડબલ્યુઆર)ના રાજકોટ ડિવિઝનની આરપીએફની ટીમે અત્યાર સુધીમાં છ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂ.43.42 લાખની 1,688 વેચાઇ ન હોય તેવી ટિકિટો મળી આવી છે, તેમ રાજકોટ આરપીએફના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી આ રેકેટ ચાલી રહ્યું હતું.
આરોપીઓએ બોગસ આઈપી એડ્રેસ જનરેટ કરવા ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો.આ ઉપરાંત ટિકિટ બુક કરવા માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) પોર્ટલ પર યુઝર આઇડી બનાવવા તથા ઓટીપી મેળવવા માટે "ડિસ્પોઝેબલ" મોબાઇલ ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કર્યો હતો તેમ તેમની મોડસ ઓપરેન્ડીની જાણકારી આપતાં શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
ચોક્કસ બાતમીના આધારે રાજકોટ સ્થિત ટ્રાવેલ એજન્ટ મનન વાઘેલાની મે મહિનામાં ધરપકડ કરાઇ હતી. ગેરકાયદે સોફ્ટવેરનો ઉપયોગ કરી વાઘેલા આઈઆરસીટીસી પોર્ટલ પરથી કન્ફર્મ રેલવે ટિકિટ બલ્કમાં ખરીદતો હતો. જુલાઇમાં સોફ્ટવેર વેચતાં કન્હૈયા ગિરીની મુંબઈથી ધરપકડ કરી હતી.
આરપીએફે ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી સોફ્ટવેર ડેવલપર અભિષેક શર્માને પણ પકડી પાડ્યો હતો. જ્યારે ગિરી કોવિડ-એક્સ અને બ્લેક ટાઇગર જેવા સોફ્ટવેરનો 'સુપર ડિસ્ટ્રિબ્યુટર' હતો.
તેમણે આપેલી માહિતીના આધારે આરપીએફે આંતર-રાજ્ય ગેંગના અન્ય ત્રણ સભ્યો અમન શર્મા, વિરેન્દ્ર ગુપ્તા અને અભિષેક તિવારીની ધરપકડ કરી હતી. તેમને અનુક્રમે મુંબઈ, વલસાડ અને ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાંથી ઝડપી લેવાયા હતા. આઈઆરસીટીસીએ એક જ કમ્પ્યુટરમાંથી બુક કરાવી શકાય તેવી ટિકિટોની સંખ્યાની લિમિટ નક્કી કરી હોવાથા આરોપીઓએ અનેક બોગસ આઇપી એડ્રેસ જનરેટ કરવા માટે સોફ્ટવેર બનાવ્યું છે. જેનાથી તેઓ એક જ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને બલ્કમાં ટિકિટ બુક કરી શકતા હતા.
તેમણે જણાવ્યું હતું કે આઇઆરસીટીસી પોર્ટલ પર બોગસ યુઝર આઇડી બનાવવા અને ઓટીપી મેળવવા માટે ગેંગ દ્વારા કેટલાક ટ્રાવેલ એજન્ટોને "ડિસ્પોઝેબલ" મોબાઇલ ફોન નંબર અને ઇમેઇલ આઇડી આપવામાં આવ્યા હતા.
ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની બિલ્ડિંગ અને સાબરમતી પર અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું
અમદાવાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આઝાદીના અમૃતમહોત્સવ નિમિત્તે ગુજરાત આવી પહોચ્યા હતા અને સાંજે રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવ કાર્યક્રમ અને ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના નવા કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ સાબરમતી નગી પર નવનિર્માણ થયેલા અટલ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7500 મહિલાઓ સાથે સાબરમતીના કિનારે ચરખા પર સુતર કાંતિ ઇતિહાસ રચ્યો હતો. ખાદીને વિશ્વના બજારોમાં વેચાણ કરવા માટે તૈયારી કરવાની વાતકરી ખાદી લોકલથી ગ્લોબલ થશે તેમ જણાવ્યું હતું. અટલ બ્રીજ બે કાંઠાને નથી જોડતો પરંતુ તેની ડિઝાઇ અદભૂત છે. તેણે રેટિયો કાંત્યો અને પોતાના ઘરે તેમની માતા રેટિયો કાંતતા તેને સ્મરણ કર્યું હતુ. સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ખાદી ઉત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી આર પાટીલ તથા મંત્રી મંડળએ સ્મૃતિ ચિન્હ આર્પણ કરી સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ સાબરમતી નદી કિનારે બનેલી 7500 ચરખા સુતર કાંતવાની ઘટનાને ઐતિહાસીક ગણાવી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં શનિવારે મોડી સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિતના વ્યક્તિઓએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં ગુજસેલ ખાતે મહત્વની બેઠક યોજી હતી. જેમાં ચોક્કસ લોકો હાજર હતા. સાબરમતી રિવરફ્રન્ટ પર શનિવારે સાંજે તેઓ પહોચ્યા હતા. જ્યા તેમણે પહોચી 7500 મહિલાઓ સાથે ચરખા પર સુતર કાંતિ હતી. આમ આટલી મોટી માત્રામાં સાબરમતી રિવરફ્રન્ટ પર ચરખા પર સૂતર કાંતિ તેમણે ઇતિહાસ રચ્યો હતો. બાદમાં ખાદી ઉત્સવનો પ્રારંભ ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડના બિલ્ડીંગ અને અટલ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સાબરમતી નદીનો આ કિનોરા ધન્ય થઇ ગયો છે. આઝાદીના 75 વર્ષ પૂરા થવા સાથે 7500 બહેનો-બેટીઓ એક સાથે ચરખા પર સુતર કાંતીને નવો ઇતિહાસ રસ્યો છે. મારુ સૌભાગ્ય છે મને ચરખે સુતર કાંતવાનો મોકો મળ્યો છે ચરખો ચલાવવો મારા માટે ભાવુંક પળ હતી. મારું બાળપણ યાદ આવી ગયું અને ઘરમાં મારી માતા પણ આ બધી વસ્તુઓ રાખતી અને ચરખા પર સુતર કાંતતી હતી. તે સમયનું ચિત્ર મારી સામે આવી ગયું. ચરખા પર સુત કાંતવું એટલે ભગવાનની પુજા જે પ્રકારે થાય છે સામગ્રીનો ઉપયોગ થાય તે સુતર કાંતવાની પ્રકિયા જેવી છે ઇશ્વરની આરાધનાથી ઓછી નથી. ચરખો આઝાદીના આંદોલનમાં દેશની ધડકન બની ગયું હતુ તેવું જ સાબરમતીના તટ પર મહેશુસ કરી રહ્યો છું હાજર તમામ લોકો આયોજનને જોવે, ખાદી ઉત્સવની ઉર્જાને મહેસુસ કરે, આઝાદીના અમૃત મહોત્વસને ખાદી મહોત્વસ કરી સ્વતંત્રતા સેનાનીઓને સુદર ઉપહાર આપ્યો છે. પતંગ મહોત્વને ધ્યાને રાખીને અટલ બ્રીજનું આયોજન કરાયું છે. અટલબીહારી વાજપાઇને યાદ કરી 1996માં ગાંધીગનરથી લોકસભા જીત્યા હતા. તેમને આ બ્રીજ ભાવભીની શ્રધ્ધાંજલી છે તેમણે ગાંધીનગર અને ગુજરાતને સ્નેહ આપ્યો છે. હર ઘર તિરંગાના ગુજરાતમાં ઉજવાયેલા ઉત્સવના પણ વખાણ કર્યા હતા. ખાદી ઉત્સવમાં પણ આજે આ ઉત્સાહ જોવા મળ્યો છે, ખાદીનો એક દોર આઝાદીની લડાઇની તાકાત બન્યો
ખાદી ફરીથી વિકસિત ભારતના સ્વપ્ન પૂર્ણ કરનાર પ્રેરણાસ્ત્રોત બનશે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યું છે. 15 ઓગસ્ટે લાલા કિલ્લા પરથી મેં પંચપ્રાણોની વાત કરી હતી. આજે સાબરમતીના તટે પંચ પ્રાણોને ફરીથી યાદ કરુ છું, ગુલામીની માનસિકતાથી સંપૂર્ણપણે ત્યાગ કરીએ. ખાદી ઉત્સવ પંચપ્રાણોનું પ્રતિબંધ, ખાદી ઉત્સવ વિરાટ લક્ષ, વિરાસનુ લક્ષ , જનભાગીદારીનો સંગમ છે. ખાદીને સ્વદેશીનો અહેસાસ કરાવ્યો તે ખાદી અપમાનીત નજરથી જોવામાં આવ્યું, ખાદીને ગાંધીજીએ દેશનું સ્વભીમાન બનાવ્યું, ખાદી અને ખાદી સાથે જોડાયેલું તબાહ થઇ ગયું હતું. ગુજરાતનો ખાદી સાથે ખાસ સબંધ, ખાદીને જીનવદાન ગુજરાતની ધરતીએ કર્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનમાં ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનનો સંકલ્પ ઉમેર્યો. અમે ગુજરાતની સફળતાના અનુભવોને સમગ્ર દેશમાં ફેલાવવાનું શરુ કર્યું. દેશભરમાં ખાદીને લગતી સમસ્યાઓને દૂર કરી હતી. અમે દેશવાસીઓને ખાદી ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતના ખાદી ઉદ્યોગની વધતી શક્તિમાં મહિલા શક્તિનો પણ મોટો ફાળો છે. ઉદ્યોગસાહસિકતાની ભાવના આપણી બહેનો અને દીકરીઓમાં સમાયેલી છે. ગુજરાતમાં સખી મંડળોનું વિસ્તરણ પણ તેનો પુરાવો છે. ખાદી ટકાઉ કપડાંનું ઉદાહરણ છે. ખાદી એ ઇકો-ફ્રેન્ડલી કપડાંનું ઉદાહરણ છે. ખાદીમાં સૌથી ઓછા કાર્બન ફૂટપ્રિન્ટ છે. એવા ઘણા દેશો છે જ્યાં તાપમાન વધારે છે, ખાદી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ખાદી વૈશ્વિક સ્તરે એક વિશાળ ભૂમિકા ભજવી શકે છે. ખાદી એ આપણા ઇતિહાસ અને આપણી વિરાસતનું એક અભિન્ન અંગ છે. લોકોને ખાદી ની પ્રોડક્ટ ખરીદવા પ્રોત્સાહિત કર્યા છે. ભારતના ટોપ ફેશન બ્રાન્ડ ખાદી જોડાઇ રહ્યાં છે ભારતમાં ખાદીનું રેકોર્ડ ઉત્પાદન થઇ રહ્યું છે. 8 વર્ષમાં ખાદીના વેચાણમાં 4 ઘણો વધારો થયો છે. ટર્ન ઓવર 1 લાખ કરોડ રૂપિયાથી વધી ગયું છે. લોકોને ખાદી ગીફ્ટમાં આપવાની અપીલ કરી, તમારા કપડામાં ખાદીને સ્થાન આપવા પણ જણાવ્યું હતું. ભારતે રમકડા ઇન્ડસ્ટ્રીઝને નવું જીવન મળ્યું છે. ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલ રમકડા બને છે. વિદેશના રમકડાઓને કારણે ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી હતી. સરકારના પ્રયાસથી પરિસ્થિત બદલાઇ છે, આજે વિશ્વમાં ભારતીય રમકડાઓની માગ વધી છે. ગાંધીજીના મૂલ્યોને આગળ વધારવાનો સરકારનો પ્રયાસ છે. છેલ્લે તેમણે એક આગ્રહ કરી સ્વરાજ સીરીયલ જોવા અને આવનારી પેઢીને તે અંગે જાણ કરવા કહ્યું હતું.
અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવોનું ડેવલપમેન્ટ કરવાનો સરકારે નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને લેક ડેવલપમેન્ટ અંતર્ગત આ તળાવોની ફાળવણી કરી છે. લેક ડેવલપમેન્ટ અન્વયે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા હતા. ત્યારે આજે વધારાના 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે.
https://youtu.be/JyA2pyYrAXo
આ તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગરપાલિકા હાથ ધરશે. માત્ર એટલું જ નહીં પરંતુ આ તળાવો બારેયમાસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રિ-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી 15માં નાણાંપંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારના 21 તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે વધુ 81 તળાવો કે જે રાજ્ય સરકાર હસ્તકના છે અને AMCના હદ વિસ્તારમાં આવેલા છે, તેને પણ લેક ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાને ફાળવવાનો નિર્ણય કર્યો છે.
વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે બોડકદેવના કોર્પોરેટર દેવાંગ દાણીએ જણાવ્યું કે, વસ્ત્રાપુર લેક સૌથી સુંદર તળાવ છે, તળાવની આસપાસ જયા પણ પાણી ભરાય છે તે પાણી આ તળાવમાં આવતું હોય છે,આ તળામાં ચાર પર્કોલેટિંગ વેલ પણ મુકવામાં આવ્યા છે જેથી વધારે પાણી આ તળાવમાં ભરાઈ જાય તો તે પાણી વેલ મારફતે જમીન જાય છે. શહેરના જેટલા પણ તળાવો આવેલા છે તેનું રાજયના મુખ્યમંત્રી ધ્યાન પણ રાખી રહ્યા છે. આગામી સમયમાં નાના મોટા વર્ક પણ થવાના છે. આ તળાવમાં દિવાલ પડી છે તેનું આગામી સમયમાં રિનોવેશન પણ કરવામાં આવશે.
વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા 25 વર્ષથી આ તળાવના રિનોવેશન માટે રજૂઆત કરવામાં આવી હતી પરતું અત્યાર સુધી કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. આ તળાવને ત્રણ ફેઝમાં ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જેમાં પ્રથમ ફેઝમાં ફકત લેકને જ ડેવલોપમેન્ટ કરવામાં આવશે. બીજા ફેઝમાં અહિંયાની 5500 હજાર ઝૂંપડપટ્ટીને ડેવલોપમેન્ટ કરાશે અને ત્રીજા ફેઝમાં તળાવને ડેવલોપ કરવામાં આવશે. આ તળાવનું રિ ડેવલોપમેન્ટ ખર્ચ આશરે 50 કરોડનું આસપાસ થશે.
વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે, અમદાવાદમાં સૌ પ્રથમ શિલજ વિકસ્યું હતું. આ તળાવના ડેવલોપમેન્ટ માટે 18થી 20 કરોડ રુપિયાનું ટેન્ડર છે. જેમાં સાડા પાંચ કરોડ રુપિયાનું થીમથી આયુષ્યમાન ગાર્ડન બનાવવામાં આવશે. અઢી કિલોમીટરથી વધુનો વોકવે બનાવવામાં આવશે.આ તળાવમાં સાત સમસાનો પણ આવેલા છે અને સાત શમશાનમાંથી એક સમસાન ગામજનો સાથે વાતચીત કરી ડેવલોપમેન્ટ કરવાનું છે. આ તળાનું ટૂંક જ સમયમાં કામ ચાલુ થશે અને દોઢ વર્ષમાં તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે.
વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે મટિરિયલ કમિટિના ચેરમને આશિષ પટેલે જણાવ્યું કે, સરખેજ ગામમાં આવેલ સક્રિય તળાવના ડેવલોપમેન્ટમાં વોકિંગ ટ્રેક બનશે, ચિલડ્રન પાર્ક બનશે, વિવિધ ગાર્ડનો બનશે અને જંગલ જેવો અનુભવ થાય તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. આ તળાવના રિનોવેશન માટે 16 કરોડ રુપિયાનું બજેટ પાસ કરવામાં આવ્યું છે. રિનોવેશન સમયે આસપાસના લોકોને જેને કાયદાકીય મકાનો મળવાના છે તેઓને તે મકાનો આપવામાં આવશે. આગામી સમયમાં તળાવમાં લીલી ન થાય તે માટે પણ ખાસ પ્રકારની સુવિધાઓ કરવામાં આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને અન્ય કેટલાક લોકો સામે મની લોન્ડરિંગ કેસ નોંધ્યો હોવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે એક અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સીએ દિલ્હીની એકસાઇઝ પોલિસીમાં કથિત ગેરરીતિઓના આરોપોની તપાસ માટે કેસ નોંધ્યો છે.
એક ન્યૂઝ એજન્સીએ સ્પષ્ટતા કરી હતી કે એડિશનલ ડિરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સોનિયા નારંગે સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવા અંગે પુષ્ટિ કર્યા પછી આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
આપના સાંસદ સંજયસિંહે ટ્વીટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો હતો કે તેઓ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની માફી માંગે કે તેમણે મનીષ સિસોદિયા સામે બનાવટી કેસ કર્યો છે. આ અપમાનજનક છે. મોદીજી, અહીં એક સૂચન છે કે અરવિંદ કેજરીવાલની માફી માંગવાનો હજુ પણ સમય છે કે તમે મનીષ સિસોદિયા વિરુદ્ધ બોગસ કેસ કરીને ભૂલ કરી છે.
મનીષ સિસોદિયાએ રાજ્યમાં દારૂ માફિયાઓ દ્વારા પોલીસ પર કથિત હુમલાના મામલે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારની તપાસ માટે ઇડી અથવા સીબીઆઈનો ઉપયોગ કરવામાં આવતો નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે દારૂ માફીયાઓ પાછળ રહેલા લોકો જ મારી સામે ખોટી એફઆઈઆર દાખલ કરી છે અને સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા છે.
દરમિયાનમાં એનસીપી અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસને કહ્યું કે પાર્ટીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું સમર્થન કરવું જોઇતું હતું. એનસીપીના વડાએ કહ્યું કે કોંગ્રેસે મનીષ સિસોદિયાને ટેકો આપવો જોઈએ. દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સિસોદિયાના રાજીનામાની માંગ કરી હતી ત્યારે તેમણે આ સલાહ આપી હતી.
બીજી બાજુ હેમંત બિસ્વા સરમા દ્વારા દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિના કેસમાં આસામની એક કોર્ટે મનીષ સિસોદિયાને 29 સપ્ટેમ્બરે રૂબરૂ હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. કામરૂપના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મોન્મી સરમાએ સિસોદિયાને સમન્સ જારી કર્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી અંગે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યા બાદ આપએ મંગળવારે કહ્યું હતું કે આ થવાનું જ હતું કેમકે સિસોદિયાએ ભાજપમાં જોડાવાની ઓફરને નકારી કાઢી હતી. સિસોદિયા જેલના સળિયા પાછળ જવા તૈયાર છે પરંતુ તેઓ ભાજપ સમક્ષ ઝૂકશે નહીં.
સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે, મનીષ સિસોદિયાની બેથી ત્રણ દિવસમાં ધરપકડ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં યુવાનોના ઉત્સાહને જોતા એવું લાગે છે કે સિસોદિયાની ધરપકડ થઇ શકે છે. કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન આ કહ્યું હતું જયાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ગુજરાતની પ્રથમ એવી કોલેજ બની છે જેને એનએએસી દ્વારા ફાઇવ સ્ટાર રેટિંગ અપાયું છે. તાજેતરમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજે નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ) રેન્કિંગ 2022માં સ્થાન મેળવનાર રાજ્યની એકમાત્ર સંસ્થા બનીને વધુ એક ખ્યાતિ મેળવી છે.
1955માં સ્થપાયેલી આ કોલેજ આર્ટ્સ-હ્યુમેનિટીઝ, સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ અને કોમર્સમાં ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ચલાવે છે. પ્રિન્સિપાલ ફાધર (ડો) લાન્સલોટ ડીક્રુઝ વનસ્પતિશાસ્ત્રી (બોટનીસ) છે અને 2009થી કોલેજનાં વહીવટમાં સક્રિયપણે સંકળાયેલા છે. તેઓ સમજાવે છે કે, ઝેવિયર્સ એ માત્ર કૉલેજ નથી. તે એક જીવનશૈલી છે. અમે સમગ્ર વિકાસ માટે પ્રયત્નશીલ છીએ અને તે પરિવર્તન તરફ દોરી જાય છે. પ્રોફેશનલ યોગ્યતા માટેના લક્ષ્યો નક્કી કરતી વખતે, અમે અખંડિતતા અને સામાજિક સર્વસમાવેશકતા જેવા વ્યક્તિગત ગુણોના સર્જન પર કામ કરીએ છીએ.
એનઆઈઆરએફ રેન્કિંગ માટે પસંદ કરાયેલી 100 કોલેજોમાં સેન્ટ ઝેવિયર્સ અમદાવાદ 52માં સ્થાને છે. કંપનીઓ અને પ્રોફેશનલ્સ પસંદગી માટે નામાંકિત સંસ્થાઓનાં સ્નાતકોને કેટલું પ્રાધાન્ય આપે છે તેના આધારે ફાઇનલ સ્કોર આપવામાં આવે છે.
અંગ્રેજીના એચઓડી, ફાધર સુનિલ મેકવાને જેસ્યુઈટ શિક્ષણમાં ઇગ્નાટિયન શિક્ષણશાસ્ત્રના મહત્ત્વને વર્ણવતા જણાવ્યું હતું કે, મૂળમાં, અમે હજી પણ સેન્ટ ઇગ્નાટિયસના 500 વર્ષ જૂના શિક્ષણને વળગી રહીએ છીએ. નૈતિક અંતરાત્માવાળા લોકોના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. અમારો વિચાર આખી વ્યક્તિ, મસ્તિષ્ક અને હૃદય, બુદ્ધિ અને લાગણીઓને શિક્ષિત કરવાનો છે. અમે અમારા વિદ્યાર્થીઓને લઘુમતી સમુદાયો, વંચિત વિસ્તારો અને આદિજાતિ પટ્ટાઓમાં એસાઇન્મેન્ટ માટે મોકલીએ છીએ જેથી મોટા પાયે પ્રગતિ કેવી રીતે કરી શકાય તે સમજી શકાય.
https://www.youtube.com/watch?v=-IQWfNOSwI4&t=1s
ગુજરાતની પાંચ સ્વાયત્ત કોલેજોમાંથી સેન્ટ ઝેવિયર્સ એકમાત્ર એવી કોલેજ છે કે જેણે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (એનએએસી)માં એ+ ગ્રેડ મેળવ્યો છે. સાત માપદંડોમાંથી કોલેજને પાંચ કેટેગરીમાં 3.5થી વધુ સ્કોર મળ્યો હતો.
કોલેજનાં અનેક પુર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રમાં નામના ધરાવે છે. જેમાં અનેક નામાંકિત લોકો ઉપરાંત ઝાયડસ-કેડિલાના એમડી પંકજ પટેલ, ઉદ્યોગ સાહસિક રૂઝાન ખંભાતતા, ઉદ્યોગપતિ બીના હાંડા, લાલભાઈ ગ્રુપના સંજય લાલભાઈ, સ્નૂકર ચેમ્પિયન ગીત સેઠી, ચિન્મયાનંદ આશ્રમના સ્વામી તદ્રપાનંદ સરસ્વતી, ગુજરાતી લેખક રઘુવીર ચૌધરી અને પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડો.અભિજીત સેન વગેરેનો સમાવેશ થાય છે.
વાઇસ પ્રિન્સિપાલ અને સાયન્સ ડિપાર્ટમેન્ટનાં એચઓડી મલ્લિકા સાન્યાનના જણાવ્યા અનુસાર, કેમ્પસમાં ક્યારેય રેગિંગનો કેસ બન્યો નથી. તેઓ કોલેજની આંતરિક ગણવત્તા પર નજર રાખતાં કો-ઓર્ડિનેટર પણ છે. અહીં દરેક સિનિયરને નવા વિદ્યાર્થીઓને મદદ કરવાની અને તેઓ સરળતાથી ભળી જાય તેની જવાબદારી સોંપવામાં આવે છે. લોકોમાં એવી લાગણી પેદા કરવાનો આ એક માર્ગ છે કે આ તમારી જવાબદારી છે.
સેન્ટ ઝેવિયર્સ કોલેજના ઇતિહાસમાં તેઓ પ્રથમ મહિલા વાઇસ-પ્રિન્સિપાલ છે અને સાથે સાથે કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિની પણ છે અને દરેક વિદ્યાર્થીને તેની શક્તિ અને નબળાઇઓ સાથે સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પિંકી દેસાઇને અહીંનું જોડાણ તેમના વિદ્યાર્થીકાળમાં લઇ જાય છે. તેઓ કહે છે કે, નમ્ર અને કરુણાશીલ હોવું એ પણ એટલું જ અથવા ક્યારેક, હોશિયાર બનવા કરતાં વધુ મહત્વનું છે. દરેક શિક્ષક સેન્ટ ઝેવિયર્સે જે મૂલ્યો સ્થાપિત કર્યા છે તે ઇગ્નાટિયન શિક્ષણનાં સત્રમાં ભાગ લે છે.
બાયોકેમિસ્ટ્રી એન્ડ બાયોટેકનોલોજી વિભાગના ડો.શીતલ જોષી જણાવે છે કે, આ કોલેજ સંશોધન અને સઘન અભ્યાસને સાહજિક યોગ્યતા બનાવે છે. મોટા ભાગે વિદ્યાર્થીઓમાં ઊંડાણપૂર્વકના જ્ઞાનનો અભાવ હોય છે. અમે વિશ્લેષણાત્મક રીતે વિચારવાની અને પ્રશ્ન પૂછવાની ક્ષમતાની તાલીમ આપીએ છીએ. પછી તે દલિત સાહિત્ય હોય, નારીવાદનો ઇતિહાસ હોય કે પછી એલજીબીટીક્યુઆઈએ સમુદાયનો સંઘર્ષ હોય, અમે એવા મુદ્દાઓને આવરી લઈએ છીએ, જે મહત્વના છે.આ સેન્ટ ઝેવિયર્સ, અમદાવાદની મુખ્ય તાકાત છે.
મનોવિજ્ઞાનની વિદ્યાર્થી સલોની ગામી સેન્ટ ઝેવિયર્સ કોલેજનાં શિક્ષણને વિશેષ માને છે કારણ કે તે શિક્ષણવિદોથી આગળ છે. અહીં ધ્યાન માત્ર શિક્ષણવિદો પર જ નહીં પરંતુ સમગ્ર વિકાસ પર કેન્દ્રિત છે. અહીંના વિદ્યાર્થીઓને તેમના ગુણ પર નહીં, પરંતુ તેઓ તેમની સાથે ભણતા વિદ્યાર્થીઓ અને સમગ્ર સમુદાય પ્રત્યે કેટલા દયાળુ છે તેના પર રેટિંગ આપવામાં આવે છે. હું નસીબદાર છું કે હું અહીંયા ભણી રહી છું.
વર્ષોથી તમે કદાચ વજન ઉતારવાની સલાહ સાંભળી હશે, પછી ભલેને તે દરરોજ સેલરીનો રસ પીવાની સલાહ હોય અથવા વજન ઘટાડવાની કૂકીઝ ખાવાની સલાહ હોય. ઘણીવાર આ વિષયનાં જાણકાર ન હોય તેવા લોકો પણ ટીપ્સ આપે છે.
એક સારી ટિપ એ છે કે કસરત કરવા માટે સમય કાઢવો અને તેને વળગી રહેવું. ઓબેસિટી જર્નલમાં જુલાઈ 2019માં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે દરરોજ એક ચોક્કસ સમયે સતત કસરત કરવાથી વજન ચોક્કસ ઘટે છે.
વધુ સારી સલાહ એ છે કે પ્રેસેસ્ડ નાસ્તા કરતાં બદામ પસંદ કરો. બીએમજે ન્યુટ્રિશન, પ્રિવેન્શન એન્ડ હેલ્થમાં ડિસેમ્બર 2019 માં પ્રકાશિત એક લેખમાં જણાવાયું છે કે પ્રોસેસ્ડ ફૂડ પર કાપ મૂકી દરરોજ અડધું સર્વિંગ (ઉદાહરણ તરીકે, અડધા ઔંસથી એક ઔંસ) બદામ ખાવ તો વજનને કાબુમાં રાખી શકાય છે.
જોકે લાંબા લાંબા ડાયેટિંગ કામ નથી કરતાં. ઑગસ્ટ 2017માં ઇન્ટરનેશનલ જર્નલ ઑફ ઓબેસિટીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વધુ વજન ધરાવતાં પુરુષોને બે અઠવાડિયાનો ડાયેટ બ્રેક લેવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
આવી નિષ્ણાતો દ્વારા અપાયેલી ટિપ્સને ફોલો કરવાથી વજન ઘટાડી શકાય છે. અહીં કેટલીક એવી ટિપ્સ આપવામાં આવી છે જે ખરેખર કામ કરે છે.
ધીમે-ધીમે જમો
મોઢામાં જતા દરેક કોળિયાનો સ્વાદ માણીને તેને ચાવીને ખાવો જોઇએ. ચાવવું. અમારું પેટ ભરાઇ ગયું છે તેવો સંતોષ થતાં સમય લાગે છે. ધીમે ધીમે ખાવાથી ભોજનનો વધુ આનંદ માણી શકીએ છીએ એટલું જ નહીં, તૃપ્તિનો પણ અનુભવ થાય છે.
તમે જે ખાઓ તેને આનંદથી માણો
ઘણી વખત આપણને કહેવામાં આવે છે કે શું ખાવું અને શું ન ખાવુ. જ્યારે આપણને તે ચોક્કસ વસ્તું પસંદ ન હોય, ત્યારે તંદુરસ્ત ટેવમાં મુશ્કેલી સર્જાય છે. તેથી નવા ફળો અને શાકભાજીને અજમાવી જુઓ. નવી વાનગીઓ બનાવતા શિખો.તેનાથી સ્વાદ વધે છે અને નવીન લાગે છે. સ્વાદ વધારવા માટે વિવિધ મસાલાઓ ઉમેરો. મીઠાં ફળો તેમજ કાચા અને બાફેલા શાકભાજી ખાવ. ટુંકમાં જે પણ ખાવ તેને આનંદથી ખાવ.
તણાવના સમયે ખાવા તરફ ન વળો
આપણી ખાવાની ટેવો ક્યારેક આપણી લાગણીઓ સાથે સંકળાયેલી હોય છે, પછી ભલે આપણને તેનો અહેસાસ થાય કે ન હોય. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, ત્યારે ખાવા તરફ વળીએ છીએ. તણાવમાં હોય ત્યારે લખવા માટે માત્ર જર્નલ રાખો તેથી જેથી તણાવનો સારી રીતે સામનો કરી શકાય. તેથી તણાવને ઓછો કરવા ખાવા કરતાં કોઇ અન્ય પદ્ધતિનો ઉપયોગ કરી શકાય.
વજનને ભૂલશો નહીં
અઠવાડિયામાં બે કે ત્રણ વખત વજન સાધારણથી ભારે વજન ઉચકવાની કસરત કરો. વજનવાળા 10થી 15 રેપ્સના ત્રણ કે ચાર સેટ કરવાથી તમારા સ્નાયુને વધારવામાં મદદ મળે છે. જ્યારે તમારા શરીરમાં સ્નાયુઓનું પ્રમાણ વધારે હોય ત્યારે તમે જે આહાર લો છો તેનો ઉપયોગ ચરબી તરીકે સંગ્રહિત થવાને બદલે ઉર્જા તરીકે થવાની શકયતા વધારે હોય છે.
પુરતી ઉંઘ લો
અપુરતી ઉંઘથી ભૂખના હોર્મોન, ઘ્રેલિનમાં વધારો થાય છે જયારે તૃપ્તિ માટે જવાબદાર હોર્મોન લેપ્ટિન ઘટે છે.જેના કારણે વજન વધે છે.જ્યારે આપણે ઊંઘ પુરી ન થાય ત્યારે ચટપટું અને ગળ્યું ખાવાની ઇચ્છા થાય છે. કેમકે જ્યારે બહુ ભૂખ લાગે ત્યારે કેલરીથી ભરપુર ચીજો ખાવાની ઇચ્છા તીવ્ર બને છે. આપણી લાગણીઓ,ઉંઘ અને ખોરાકને સીધો સંબંધ છે. જ્યારે આપણે સારી રીતે આરામ કરીએ ત્યારે સારી વસ્તુની પસંદગી કરી શકીએ છીએ. આપણે ખરેખર ભૂખ્યા હોઈએ ત્યારે જ આપણે ખાઈશું અને સંતોષ થાય એટલું જ ખાઇશું. તેનાથી આપણા હોર્મોન્સ પણ સંતુલિત રહેશે.
ખાવાનું ટાળો નહીં
આપણા શરીરનું અંતિમ ધ્યેય જીવંત રહેવાનું છે. ખોરાક આપણા શરીર માટે જીવન ઊર્જા છે, તે ટકી રહેવા માટેનાં કાર્યો કરશે. ભૂખ લાગે ત્યારે ખાઇ લો. ભોજન જતું કરવાની ડાયેટિંગની રીત લાંબા ગાળે નુકસાન કરે છે. તેથી દર ચાર કલાકે સંતુલિત ચીજો ખાવ.
હાઇડ્રેટેડ રહો
સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો જમતાં પહેલાં બે ગ્લાસ પાણી પીતા હતા, તેમનું વજન જમતાં પહેલાં પાણી ન પીનારા લોકો કરતાં વધારે ઘટી ગયું હતું. આ સાદી ટીપ બે રીતે કામ કરે છે. તરસ લાગી હોય ત્યારે તે ભૂખનો અહેસાસ કરાવી શકે છે તેના કારણે આપણે વધુ ખાઇએ છીએ. પાણી તમને પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે, જેના કારણે તમે ઓછું જમો છો.
કેલરી ઘટાડો, સ્વાદ નહીં
વજન ઘટાડવા માટે સ્વાદનો ભોગ આપવાની જરુર નથી.તમે ઓછી કેલેરી હોય તેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છે.તમે રેગ્યુલર ચીઝના બદલે લાઇટ ચીઝ પસંદ કરી શકો છો.
અઠવાડિયામાં એક વખત તમારું વજન કરો
અઠવાડિયામાં એક વખત વજન કરો. યાદ રાખો કે તમારું વજન એક નંબર નથી પણ તે પાંચ પાઉન્ડની રેન્જમાં છે. આ રેન્જને નીચે લઈ જવા માટે પ્રયાસ કરો ચોક્કસ સંખ્યા માટે નહીં.
તમારી થાળી બેલેન્સ કરો
તમારી થાળીમાં અડધા શાકભાજી, ચોથા ભાગનું આખા અનાજ અને એક ચતુર્થાંશ ભાગ પ્રોટીનવાળી વાનગીનો હોવો જોઇએ. જ્યારે તમે અનાજ અને શાકભાજીનું પ્રમાણ બદલો ત્યારે તફાવત દેખાશે. બટાટા, મકાઈ અને વટાણા સ્ટાર્ચવાળા શાકભાજી છે, તેથી તેઓ અનાજની શ્રેણીમાં આવે છે.
તમે જ્યાં છો ત્યાંથી શરૂ કરો અને તમે જે કરી શકો તે કરો
તમે હાલમાં ક્યાં છો તેનું મૂલ્યાંકન કરો અને પછી ભવિષ્યમાં તમે ક્યાં પહોંચવા માંગો છો તે નક્કી કરો.બેઠાડુ લોકો માટે થોડા ડગલા ચાલવાનું શરુ કરવું એ સારી શરુઆત છે.સામાન્ય દિવસે તમે કેટલું ચાલો છો તે જોવો. ધીમે ધીમે વધીને દરરોજ 10,000 ડગલા ચાલવોનો ધ્યેય નક્કી કરો.
મોટું વિચારો - નાનું નહીં
વજન ઉતારવા મોટું વિચારો.પોષણ , કેલરી, પ્રોટીન અને ફાઇબર પર ધ્યાન આપો. કસરત માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, રોજ ચાલવાને અને રિકવરીને પ્રાથમિકતા આપો.
સ્કેલની બહાર જુઓ
સ્કેલ નકામું નથી, પરંતું તે એકમાત્ર વસ્તુ પણ નથી જે મહત્વનું છે. નોન-સ્કેલનું લિસ્ટ રાખવા નિયમિત ફોટા અને માપ લો. આનાથી સ્કેલને જાળવી રાખવામાં મદદ કરશે. જે આરોગ્ય અને એકંદર જીવનશૈલીમાં જે હકારાત્મક ફેરફારો કરી રહ્યા છો તેને દર્શાવવામાં મદદ મળશે.
તમારા બ્રેકફાસ્ટમાં પ્રોટીન વધારો
સવારના નાસ્તામાં 15થી 25 ગ્રામ પ્રોટીન લેવાનું રાખો. પ્રોટીન ધીમે ધીમે પચે છે અને ભૂખના હોર્મોન્સને દબાવી દે છે, જે તમને પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. હાઈ-પ્રોટીન નાસ્તો વારંવાર ખાવાની ટેવમાં મદદ કરે છે. પ્રોટીન ઉપરાંત ફાઇબર અને હેલ્ધી ફેટ લો આખા ઘઉંના ટોસ્ટ, એવોકાડો અથવા ઉચ્ચ-પ્રોટીન વેફલ્સ સાથે સૂકામેવા, ફળો.
દરેક ભોજનમાં પ્રોટીન લો
દરેક ભોજનમાં, ખાસ કરીને સવારના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર આહાર લેવાથી વધારાના ઘટાડવામાં મદદ મળી શકે છે. પ્રોટીન પાચન પ્રક્રિયાને ધીમી કરે છે અને તમારી ભૂખના હોર્મોન્સને સકારાત્મક અસર કરે છે. કાર્બોહાઈડ્રેટ કરતાં ભૂખને દૂર કરવામાં પ્રોટીન પણ વધુ સારું કામ કરી શકે છે. પ્રોટીનથી સમૃદ્ધ આહારમાં ક્વિનોઆ, એડામેમ, કઠોળ, બીજ, બદામ, ઇંડા, દહીં, ચીઝ, ટોફુ, મસૂરની દાળનાં પાસ્તા, મરઘી, માછલી અને માંસનો સમાવેશ થાય છે.
હાઈ-ગ્લાયકેમિક કાર્બોહાઇડ્રેટ્સવાળો આહાર ઓછો લો
ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ દર્શાવે છે કે કાર્બોહાઇડ્રેટ આહાર લીધા પછી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલી ઝડપથી વધે છે. સફેદ બટાટા અને રિફાઇન્ડ બ્રેડ જેવા હાઈ-ગ્લાયકેમિક કાર્બોહાઇડ્રેટ્સ આહાર લેવાથી, ખાસ કરીને જ્યારે એકલા ખાવામાં આવે છે, ત્યારે લોહીમાં સુગરમાં વધારો થાય છે, ત્યારબાદ ઝડપથી ઘટાડો થાય છે. જેથી તમને ભૂખ લાગે છે અને વધુ ખાવાની ઇચ્છા થાય છે.
ડેઝર્ટમાં ફળોનો ઉપયોગ કરો
ફળોમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઇબર જેવા ઘણા પોષક તત્વો હોય છે. યુ.એસ.ની વસ્તીના માત્ર 10 ટકા લોકો જ પુરતા પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાય છે.ડેઝર્ટ માટે ફળોનો ઉપયોગ કરવાથી આ કમી પુરી થાય છે. ઘણાં ફળોને સાંતળી કે શેકી શકાય છે. દાખલા તરીકે, વેનીલા દહીં અને બદામ સાથે શેકેલા પીચ.
સવારનો નાસ્તો રાજાની જેમ, બપોરનું ભોજન રાજકુમારની જેમ અને રાતનું ભોજન ભિખારીની જેમ કરો
આ કહેવતનાં ઘણા અર્થો છે, પરંતુ તમે દિવસની શરૂઆતમાં તમારી વધુ કેલરી લેવાનું પસંદ કરશો. નવેમ્બર 2019માં જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકોને થોડો નાસ્તો અને ભરપુર રાત્રિ ભોજન આપવામાં આવ્યા હતા.તેમનું વજન ભરપુર નાસ્તા અને થોડા રાત્રિભોજન માટે સોંપાયેલા લોકોની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછું ઓછું થયું હતું. બપોર અને રાતનું ભોજન જોકે મોડું લેવામાં આવે તો વજન ઘટાડવામાં મુશ્કેલી પડે છે.જોકે દરેકની જરુરિયાત અલગ હોય છે.તેથી આ માટે નિષ્ણાતની મદદ લેવી જોઇએ.
ભોજનનું પ્લાનિંગ કરો
તંદુરસ્ત રહેવા અને સારી રીતે ખાવા માટે ભોજનનું પ્લાનિંગ કરો. આગામી સપ્તાહનું મેનુ તૈયાર કરવામાં વીકએન્ડમાં 5થી 10 મિનિટ નો સમય લાગે તો તમારો સમય, પૈસા અને વધારે કેલરીથી બચી શકાય છે. તેમજ આજે રાત્રે શું બનાવવું તેનું ટેન્શન પણ રહેતું નથી.
કરિયાણાની યાદી બનાવો અને તેને વળગી રહો
એક વખત તમે અઠવાડિયા માટે તમારું મેનુ તૈયાર કરી લો, પછી કાગળ પર અથવા તમારા ફોન પર શોપિંગ લિસ્ટ બનાવો. આ માટે એપ્સ પણ છે. તમારે શું ખરીદવાની જરૂર છે તે અગાઉથી નક્કી કરવાથી તમારો સમય અને ચીજવસ્તુઓનો બગાડ ઓછો થશે.આ ઉપરાંત બિનજરુરી ચીજવસ્તુઓની ખરીદી કરતા અટકાવશે, જેની તમારે ખરેખર જરૂર નથી. તમારા લિસ્ટને વળગી રહો. જ્યારે ભૂખ્યા અથવા થાકેલા હોય ત્યારે ખરીદી કરવાનું ટાળો.
તમારા રસોડામાં શું છે તેનો તાગ મેળવો
તંદુરસ્ત ભોજન રાંધવા માટે તમારે યોગ્ય ચીજવસ્તું અને સાધનોની જરુર પડે છે. તમારા ફ્રિજ અને રસોડામાં આરોગ્યપ્રદ,ઓછા ફેટ અને કેલેરીવાળી ચીજો રહે તે જરુરી છે.જેથી તમે જયારે ખાવાનું બનાવો ત્યારે આરોગ્યપ્રદ બને.
રસોડામાં યોગ્ય સાધનો રાખો
રસોડાના યોગ્ય સાધનો રાખવાથી સરળતાથી આરોગ્યપ્રદ રસોઈ બનાવી શકાય છે. દાખલા તરીકે શાકભાજીને સાંતળવા અને પૅનકેક બનાવવા માટે સારા કાસ્ટ-આયર્નના વાસણની જરુર પડે છે. કારણ ઓછા તેલ કે માખણથી રસોઇ બનાવી શકાય છે. આ ઉપરાંત બ્લેન્ડર, ઇન્સ્ટન્ટ પોટ, બેકિંગ શીટ્સ, મેઝરીંગ કપ અને ચમચી અને હેન્ડ જ્યુસર હોવા જોઇએ.
[post_title] => વજન ઉતારવા માટેની ટિપ્સ જે ખરેખર કામ કરે છે
[post_excerpt] =>
[post_status] => publish
[comment_status] => open
[ping_status] => open
[post_password] =>
[post_name] => weight-loss-tips-that-actually-work
[to_ping] =>
[pinged] =>
[post_modified] => 2022-08-23 18:18:20
[post_modified_gmt] => 2022-08-23 12:48:20
[post_content_filtered] =>
[post_parent] => 0
[guid] => https://www.vibesofindia.com/?p=234060
[menu_order] => 2392
[post_type] => post
[post_mime_type] =>
[comment_count] => 0
[filter] => raw
)
[7] => WP_Post Object
(
[ID] => 234049
[post_author] => 25
[post_date] => 2022-08-23 18:07:40
[post_date_gmt] => 2022-08-23 12:37:40
[post_content] =>
અમદાવાદ ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) પહેલી વાર 10 વર્ષના બદલે 20 વર્ષનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરશે. ઔડાના અધિકારીઓ કહે છે કે, નવી યોજનાઓ માટે ઔડા ઇસરોના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (એસએસી) સહિત શહેરની અગ્રણી સંસ્થાઓની મદદ લેશે.
2001 માં પહેલો દસ વર્ષનો પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો અને તે પછી 2011-2021 માટે પ્લાન જાહેર કરાયો હતો. જેને 2014 માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ પ્લાન 2024 માં પુરો થશે. હવે નવો પ્લાન 2021-2041 માટે બનાવાશે.જેમાં એસપી રિંગ રોડની બહાર 5 કિ.મી.ની ત્રિજ્યા અને અમદાવાદના આસપાસનાં 20 ગામોનાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ઔડાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ડેવલપર્સ દ્વારા સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં શહેર માટે લાંબા ગાળાનો પ્લાન બનાવવાની માંગ કરવામાં આવી હતી, કારણ કે અગાઉનાં ઘણાં પ્લાનના ઘણા ઉદ્દેશો નિયત સમયમર્યાદામાં પુરા થયા ન હતા. અધિકારીએ ઉમેર્યું હતું કે ઔડા બોર્ડે જુલાઈમાં 20 વર્ષની યોજના માટે સંમતિ આપી હતી.
ઔડાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એવી રજુઆત કરાઇ આવી હતી કે 2021 ની વિકાસ યોજના તેના ઉદ્દેશોને પૂર્ણ કરી શકી નથી, જેમાં મજબૂત જાહેર પરિવહન અને પરિવહન કોરિડોરવાળા કોમ્પેક્ટ શહેર પર ધ્યાન કેનદ્રિત કરવાની બાબત સામેલ હતી.
ઔડાના અધિકારીએ જણાવ્યું હતું કે, ચેરમેનની આગેવાનીમાં પ્લાન બનશે. જેમાં અર્બન પ્લાનર, જીઆઇએસ નિષ્ણાત, જીઆઇએસ વિશ્લેષક, જીઆઇએસ ઓપરેટર, કમ્પ્યુટર એડેડ ડિઝાઇન (સીએડી) ઓપરેટર અને એક ડીપી યુનિટ સામેલ હશે, જે મોટે ભાગે ખાનગી એજન્સી હશે.
ઔડાએ જણાવ્યું હતું કે અમે સેટેલાઇટ ઇમેજ માટે એસએસી-ઇસરો અને ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જિયો-ઇન્ફોમેટીટિક્સ (બીઆઈએસએજી) જેવી સંસ્થાઓની મદદ લઇશું. એક ખાનગી એજન્સી ડીપી રિપોર્ટ બનાવવામાં ભાગ લેશે, જેમાં બે યુનિવર્સિટીઓની પ્લાનિંગ સ્કૂલોનો પણ સમાવેશ કરવામાં આવશે.
અમદાવાદમાં વરસાદી સિઝન શરુ થતા જ શહેરમાં ભૂવા પડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે થોડાક દિવસો પહેલા વસ્ત્રાલ વિસ્તારમાં મેટ્રો પિલર નંબર 129 પાસે મસમોટો ભુવો પડ્યો હતો. જેથી તે ભૂવાનું સ્મારકામ કરી તેને પુરી દેવામાં આવ્યો હતો. પરતું જ્યાં ભુવો પડ્યો હતો ત્યાં જ આજે બપોરે રોડ બેસી ગયો હતો. AMTS બસ અને અન્ય વાહનોના ટાયરો ખાડામાં ફસાઈ ગયા હતા.
થોડાક દિવસો પહેલા શહેરના વસ્ત્રાલમાં 40 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો. તે જ જગ્યાએ આજે કોર્પોરેશનની નબળી કામગીરીને કારણે રોડ બેસી ગયો છે. આજે બપોરે AMTSની બસ ત્યાંથી નીકળતાં આગળનું ટાયર ખાડામાં બેસી ગયું હતું. આ સિવાય અન્ય વાહનો પણ ત્યાંથી પસાર થતા તેઓના ટાયર પણ રોડમાં ખુંપી ગયા હતા.
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ આજે દાવો કર્યો હતો કે, માત્ર 25000 જેટલા જ ખાડા પડ્યા છે. રોડ પર નાના અડધા ફૂટનો ખાડો અને મોટા 5 ફૂટના ખાડા ગણીને આટલા ખાડા પડ્યા હોવાનું જણાવ્યું હતું. 13 જુલાઈથી 21 ઓગસ્ટ સુધીમાં 25200થી વધુ ખાડા પુરી દીધા હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે અને હજી 30 ટકા જેટલા ખાડા પુરવાના બાકી છે.
શહેરના વેજલપુર, જુહાપુરા અને સરખેજમાં ગુનેગારો બેફામ બન્યા હોવાનું નકારી શકાય તેમ નથી. અગાઉ ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુએ અનેક કુખ્યાત ગુનેગારોને જેલ હવાલે કરી પોતે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મી અધિકારીઓના જમીન પ્રકરણમાં નામ આવ્યા છે. તેના કારણે આ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચે જમીન પ્રકરણની તપાસ કરી પરંતુ દબાણવશ થઇ પોલીસકર્મીઓની ધરપકડ ન થાય તેવા પ્રયાસ કર્યા હાવોની ચર્ચા ઉઠવા પામી છે.
જુહાપુરા વિસ્તારમાં આવેલા રાજદાના સોસાયટીમાં અબ્દુલમન્નાન ગજધર (ઉ.67) પરિવાર સાથે રહે છે. અબ્દુલમન્નાન જુહાપુરા રોડ પર માર્બલની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 22 ઓગસ્ટના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે અબ્દુલમન્નાન તેમનો દિકરો યાસર તથા લોડીંગ ડ્રાઇવર ઉેજફા હાજર હતા. આ સમયે કારખાના ગેટ પાસે માથાભારે શખસ આલમખાન પઠાણ (રહે. ખદીજા મસ્જીદની પાસે, સોનલ રોડ, વેજલપુર) અરટીગા કાર લઇને આવ્યો હતો. જોરથી કારનું હોર્ન વગાડી અબ્દુલમન્નાનને પાસે બોલાવ્યા હતા.
બાદમા આલમે કહ્યું કે, તમે તમારા કારખાનાના ગેટ પર સીસીટીવી કેમેરા કેમ લગાવેલા છે. જેથી અબ્દુલમન્નાને સુરક્ષા માટે લગાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી આલમખાન ગુસ્સે થઇ કહેવા લાગ્યો હતો કે, સીસીટીવી કેમેરા કાઢી નાખો નહીતર પરિણામ સારુ નહી આવે, તુ મને ઓળખતો નથી હું જુહાપુરા વિસ્તારનો ડોન છું અને મેં અનેકવાર પાસા કાપેલી છે. જેથી મને જેલમાં જતા બિક લાગતી નથી. તને જોઇ લઇશ તેવી ધમકી આપી આલમખાન જતો રહ્યો હતો. બાદમાં આ અંગે પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરતા વેજલપુર પોલીસ સ્ટેશન તેઓ પહોચ્યા હતા. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કડક ઇમેજ ધરાવતા ડીસીપી પ્રેમસુખ ડેલું હોવાથી વેજલપુર, જુહાપુરા સરખેજ સહિતના વિસ્તારોમાં ગુનેગારોમાં ડર હતો કાયદો વ્યવસ્થાની પકડ હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી પોલીસ જ ગુનેગારો સાથે મળીને જમીનો પડાવી લેવાના ધંધા કરવા લાગી હોવાથી પોલીસનો ડર રહ્યો નથી. જોકે એફઆઇઆરમાં નામ હોવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોચતી નથી કે કોઇ ઉચ્ચ અધિકારીઓની ભલામણથી તેમને પકડતી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે. આમ આતંકીઓને પકડી પાડનાર ક્રાઇમ બ્રાંચને તપાસ સોપ્યા બાદ પણ જમીન ચીટીંગના આરોપીઓને ક્રાઇમ બ્રાંચ પકડી શકી ન હતી.
Gujarat Congress’ call for partial bandh in the State today received a lukewarm response with most of trade and business establishments opting to not cooperate with the Bandh. The Congress had called a bandh from 8 am to 12 noon in the State against price rise, inflation, unemployment and corruption.” Bharatiya Janata Party’s 27-year rule in Gujarat has killed the SME sector. People are suffering. Instead of giving relief, the BJP government has imposed GST on food items such as milk, curd and paneer," State Congress President Jagdish Thakor said. Thakor went around in the Naroda area urging shops and institutions to close down. While some people in the old city in Ahmedabad co-operated and closed down their establishments, West Ahmedabad defied the Congress bandh call. Reports from different parts of the State indicated a partial bandh in rural and semi urban areas .